Wednesday, 25 January 2017

ગઝલ

ચાલ વધારાની વાતો ટાળીએ,
વસમી લાગે એ વાતો ટાળીએ.

તારી મારી વચ્ચે આવે હું પદ,
એવા આપણ ખોટાં દોષો ચાળીએ.

ના થઈ શક્યાં પૂરા સ્વપ્નાં પ્રિતનાં,
જન્મોનાં  બાકી  વચનો  પાળીએ .

સુંદર ચ્હેરા નૈનોમાં રાખી લૈ,
આંખોથી મનની અંદર ભાળીએ.

દુનિયા ને ના દેખાઉં એમ હું,
છૂપૂ તારી પાંપણની ઝાળીએ .

કાજલ કાંજિયા 'ફિઝા'
25/1/2017

No comments:

Post a Comment