Wednesday, 25 January 2017

છંદ

દ્રષ્ટી લય કર્મ લય અહીં હર નિર્ણય લય 
છે શ્વાસ-ઉછ્વાસ ને હર કદમ જ્યાં લય          
લયની શું વાત કરું હર નિર્લયમાં ગોતું લય  
ના સમજ નહીં સમજે આ અસ્તિત્વની લય
   
રવિ-શશી ને સિતરાય સમજે છે ઍની લય
ને રત્નાકરની રવાની છે રમતિયાળ લય
ટાઢ-તડકાને અનુસરે તરતજ ભીની લય
નીરખે નયન આ મેઘ-ચાપ મહીં રંગાલય

લય મય જીવન ચિન્મય ને હું ઍમા તન્મય  
નથી લય અમીમય તો તો છે ઍ પથ-પ્રલય 
લયમાં"પરમ"લીન હું લણું "પાગલ" પ્રભુ-લય
આ લય મય જીવન જ જાણે શ્રેષ્ઠ કાર્યાલય

મદિરાલયમા પણ સાંપડી શિવાલયની લય
જો દેવ મુજમાં વિલય તો હું જ અહીં દેવાલય

-રચનાકાર...ગૉરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment