Thursday, 19 January 2017

ગઝલ

જગત  બજારે પવન ફરે  છે
વિના  સહારે  પવન  ફરે  છે

ન  આભના કે  ન તો ધરાના
સ્વયમ્  ઇશારે પવન ફરે  છે

ન દોડ સમજી શકાય  એની
અલગ  પ્રકારે  પવન  ફરે છે

ન માગણી કંઈ છતાં ય જઇને
દરેક   દ્વારે   પવન   ફરે   છે
-- સુષમ પોલ

No comments:

Post a Comment