તમે છવાયા..........
તમે અમારા દિલે સમાયા,
ને શબ્દ થઇ હોઠ પર લવાયા.
અહી તહી બસ તને જ જોતો,
દરેક ખૂણે તમે છવાયા.
શરીર પર લખુ છુ નામ તારું,
નિશાન થઇ તન ઉપર ઘવાયા.
છે ક્યાં અહી આસ પામવાની?
નસીબ લઇ સાથમાં લખાયા.
થતું શ્ર્વસન મારુ તુજ શ્ર્વસનથી,
છતાં શ્ર્વસન આ છુટી જવાયા.
-સંદિપ પટેલ"કસક"
No comments:
Post a Comment