Tuesday, 3 January 2017

ગઝલ

સાંજી ગઝલ. ..3-1-2017

ગોઠડી સંગે હરિ કરતો હતો
ભાવની પાંખે સરી તરતો હતો

સમી સાંજે એ મળ્યા કો' દીપ શું
ઝાલરી થૈ તાલમાં રમતો હતો

ભાવભીની આંખે આ પોંખું  તને
તું અમારા દુખ સૌ  હરતો  હતો

કૂંપ એના નામનો  જેવો ગળું
ને પછી જે મોજમાં  સરતો હતો

એમ માળા હાથમાં પરભુ  હતી
શ્વાસ તારા નામનો  ફરતો  હતો

-------હેમા ઠક્કર "મસ્ત "

No comments:

Post a Comment