Monday, 30 January 2017

ગઝલ

ધીમે ધીમે અલસતી ચાલે સાંજ આવી
દરિયાપર વિખરાતી  ઢળતી સાંજ આવી

છાલક રંગો ની ફલકમાં ઉડાડતી
સૂરજની અંજલિ ઢોળતી સાંજ આવી

ડૂબતી તરતી સાગર ની લહેરો પર
રેતી નાં કણકણમાં ભળતી સાંજ આવી

અસ્ત થતા પહેલાં જીવનાકાશને ભરતી
ક્ષિતિજ ની ધારે ઓગળતી સાંજ આવી...

માના વ્યાસ

No comments:

Post a Comment