Friday, 6 January 2017

ગઝલ

તું આવ અહી  અજવાળું કર
ઘૂંઘટ પડખેનો દીવો ધર

ચાંદો પણ ઝાંખો લાગે છે
એ ય કહે, 'તું આ બાજું ફર'

કેશઘટા છુપાવે ચ્હેરો
ને પાલવ પણ સરકે સરસર

આ લટ સ્પર્શે છે હોંઠૉને,
સ્પંદન જાગે કાંપે થરથર

તારું સ્નેહ સભર મલકાવું
નજરે વરસે પ્રીતિ ઝરમર

ત્રાંસી નજરે જોઇ હસવું
છલકે આસવ પ્યાલી ભર ભર

દિલ બેકાબુ તાંડવ દંગલ
લે આપ્યું આ બસ રે બસ કર

પૂર્ણિમા ભટ્ટ "તૃષા'

No comments:

Post a Comment