_સાંજી ગઝલ_
હોય તારો સાથ તો જીવતો હતો,
તુજ વીના હું હવે મરતો હતો,
યાદ મા હું આમ ભટક્યો છું બહું,
આપડા મિલન તણો પડઘો હતો,
ચાલતો હું તો ખુદ દ્વારે આવતો,
રાહ મા હું ખુદ પથરાયો હતો,
ખુદ થી અંજાન કેવો હુ હતો
ખુદને હુ જાણવા ગાંડો હતો
વાંસળી તો વાગતી મીરાં ઘરે,
કાન પણ જો કેટલો ઘેલો હતો,
ચાંદની ને જોઇ છે મે ચાંદ મા,
ચાંદ કેવો આજ મલકાતો હતો,
બેવફા નો સાથ જો હોવા છતા,
પ્રેમ મા હું તોય દીવાનો હતો,
લાગણી ભરપૂર દિલમા તોહતી,
તોય મારી ક્યાં કદર કરતો હતો,
એ જનાજો જોઇને રોઈ હતી,
હું નનામી તોય જો સૂતો હતો,
*_હર્ષ . " સાથી "_*
No comments:
Post a Comment