Tuesday, 3 January 2017

ગઝલ

સાવ સીધો આમ તો રસ્તો હતો,
તોય ભૂલો આંખમાં પડતો હતો.

આમ ક્હેવાનો જ તે માણસ હતો
કૂતરાની જેમ તે ભસતો હતો.

પથ્થરોમાં શોધવાથી ના મળે,
દૂર ઈશ્વર આપણો વસતો હતો.

રામ જેવાં કોઈને બનવું નથી,
તોય સીતા શોધવાં મથતો હતો.

ઝાંઝવાનું જળ તમારી આંખમાં,
મૃગ જેવો રોજ હું ફસતો હતો.

            રત્નેશ અલગોતર "નિરાશ"

No comments:

Post a Comment