Tuesday, 3 January 2017

ગઝલ

શ્રધ્ધાની આ નગરી વાંચો !
શ્વાસે શ્વાસે શબરી વાંચો !

ખાલીપાનાં ચશ્માં પહેરી,
અંદર ઊઠતી ડમરી વાંચો !

મહેલ બનેલી આંખો પાછળ,
આંસુની ઘરવખરી વાંચો !

શબ્દો આજે થઇ ગ્યા અત્તર,
ફૂલોની ખુશખબરી વાંચો !

ઓજસની લિપી ત્યાં ઊઘડે,
અંધ અહમને કચરી વાંચો !

---------નિમેષ પરમાર
                                        

No comments:

Post a Comment