ધ્રુવ તારા જેમ ઝળહળતો હતો
નોંધ લેજો એમ કરગરતો હતો?
એટલો એ માણસાઈ થી ભરેલો
જોઈલે દિન રાત ચક્મકતો હતો
કોમ નામે કાકડો બળતો કર્યો
ત્યાં નર્યો માણસ જ સલબળતો હતો
હી નકારી દાનવોને ના શકી
સૂર્ય માનવતા તણો ઢળતો હતો
એક જેવાં દ્રશ્ય ભજવે છે બધે
ન્યાય સરખો પાત્રને કરતો હતો
અબઘડી અહલ્યા સજીવન જો કરે
કોઈ લાયક એટલો ઠરતો હતો
ગરવી
No comments:
Post a Comment