Wednesday, 4 January 2017

ગઝલ

હાથ મીલાવવાથી સ્વજન નથી મળતા
હાથ ફેલાવવાથી ભગવાન નથી મળતા.

પઢવી પડે છે દીલથી નમાજ સવાર-સાંજ
ચાદર ઓઢાડવાથી ખુદા નથી મળતા.

કરવો પડે છે પ્રેમ હનુમાન ની માફક
એમજ રામ કોઇના દિલમા નથી મળતા

લગાવી પડે છે ડુબકી તરીયા સુધી
મરજીવાને મોતી કાઇ માથે નથી મળતા.

કરવો પડે છે પ્રેમ રાધા ની સમાન
એમજ કોઈને કૃષ્ણ નથી મળતા.

સોલંકી પિયુષ

No comments:

Post a Comment