મને મારામા છોડીને જવાનું શું પ્રયોજન છે જરા સમજાવશે?
ગણી , માપીને પીડા આપવાનું શું પ્રયોજન છે, જરા સમજાવશે?
હજી રોપ્યો જ છે, આ આસોપાલવને અનુભવ પાનખરનો પણ નથી,
શુકનની લાલચે વેડી જવાનું શું પ્રયોજન છે, જરા સમજાવશે?
કદી પણ ના જ તાણેલી, કટાયેલી, સદા મ્યાને જ રાખેલી હતી,
એ તલવારોની ભીતિ રાખવાનું શું પ્રયોજન છે મને સમજાવશે?
વધુ તો શું કહું , જાવું જ છે તો સૌપ્રથમ કિલ્લો ચણી દે આસપાસ
હવાને પણ હવે હરફર થવાનું શું પ્રયોજન છે જરા સમજાવશે?
સૂરજ તો આથમી ચૂક્યો, નથી ડમરી ય ક્ષિતિજે, હવા મંથર વહે....
હવે ખોડેલી આંખે નેજવાનું શું પ્રયોજન છે... જરા સમજાવશે ?
નેહા પુરોહિત
ભાવનગર
No comments:
Post a Comment