Wednesday, 25 January 2017

ગઝલ

આવે જો ઘડપણ પછી ક્યાં આવવાની હોય છે.
આ જવાની આખરે એક દિન જવાની હોય છે.

મહેરબાની ફક્ત એની ક્યાં હદય પર છે હવે,
આ મુહોબત તો ઉમરની પણ દિવાની હોય છે.

જા તપી મધ્યાહને તું આ સમય છે સૌખથી,
યાદ રહે પણ ઢળતી સંધ્યા એક થવાની હોય છે.

જાય ફાટી તોય આ ઉમરની ચાદર આપણી,
ઠેંગણાં આ શ્વાસના દૈ ઓઢવાની હોય છે.

હાથ પર આ હાથ રાખી ક્યાં સુધી *સર્જક* રહે?
દુવા સાથે પણ જરૂર તો ત્યાં દવાની હોય છે.

- *ગૌતમ પરમાર સર્જક*
*મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ*

No comments:

Post a Comment