તહરી : રચના
સુખ સૌનું વાંચતા વંચાઈ ગયાે ,
એજ વાતે આજ મલકાઈ ગયો .
ઘેર ખાલી રોજ આવું હાથમાં ,
આજ ભૂખ્યાે ભાવ અટવાઈ ગયો .
ભર દરીયે હું તણાયાે અેકલાે,
લાગણીના છે વહાણ વીંટાઈ ગયાે.
યાદને પણ યાદ આવે કેટલી ,
આંસુ પીતા હુંય ભીંજાઈ ગયાે .
જો પ્રિયે તું છે હવે ત્યાં હું અહીઁ ,
આંખ ઢળતી મધ્યે હરખાઈ ગયો .
, નીતા ટુંડાયા "નવલ "
No comments:
Post a Comment