આંસુ લૂછી ના શકે એવો હું મઝહબ માનતો માણસ નથી,
સ્વર્ગ માટે હાથ જોડી આમ બેસી માંગતો માણસ નથી.
આપની હરપળ મદદ કરવી ગમે છે એટલે ખુશ આજ છું,
બસ ! હવે હું નીજ માટે આમ જિંદગી જીવતો માણસ નથી.
હો ભલે મુસ્કાન મારા આ ચહેરા પર ગઝલ જેવી છતાં,
દર્દ ખિસ્સામાં છુપાવીને બધાં હું રાખતો માણસ નથી.
જે છું તે દેખાય આવું છુંં, સદા સામે બધાની છેવટે,
ચાલ શકુની જેમ ખોટી આજ ચાલી જીવતો માણસ નથી.
એ ખબર અમને પડી છે કે જગત 'રવિ' ખોટું બોલે છે સદા,
એટલે જો હું બધાને રોજ તબિયત પૂછતો માણસ નથી.
- રવિ ડાંગર (મોરબી)
No comments:
Post a Comment