મારા તે ગામનો છોરો છબીલો ,
રોજ મને આંખ મારી જાય છે બોલ !
વાતો એવી એ વેહતી કરે છે ,
ડોસીઓ કાન માંડી સાંભળે છે બોલ !
રંગીલો મોજીલો દિલનો દિલદાર છે ,
કપડા નીતનવા રોજ પેહરે છે બોલ !
શેહરે જઈ આવે અત્તર લઈ આવે ,
પૂમડા અત્તરના કાને નાંખે છે બોલ !
મનનો માયાળુ હેતાળું ઘણોય છે ,
મારી સહિયરો એને વખાણે છે બોલ !
ગબ્બર ની ટોચ જેવો દીવડાની જ્યોત જેવો ,
આતમ એનો ઝગમઘ પ્રકાશે છે બોલ !
છે આભલે મઢેલ ને સોનાના તાર વાળી ,
ચુંદડી મને રોજ ઓઢાડે છે બોલ !
ઝાંઝર ઝમકે ને મૃદંગના સાથમાં ,
દઈ ને હાથતાળી રાસ રમે છે બોલ !
ચાંચરના ચોકમાં ઢબુક્તા ઢોલમાં ,
હૈયે હરખના હિંડોળા હીંચે છે બોલ !
બોલ સખી! બોલ તું આ છોગાળા છેલને !
વારી વારી કેમ હું નાં જાઉં રે બોલ !
અસ્મિતા શાહ
Monday, 2 January 2017
ગઝલ
Labels:
અસ્મિતા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment