Monday, 2 January 2017

ગઝલ

નવા જમાનાની વારતા

બોખલું મોં કરચલી ને સફેદ થયેલા વાળ
આપણે મોટા થઈ ગયા હવે નથી    બાળ

પેન્શન ટેન્શન ના તાળામાં આવ્યા  બેતાળાં
વાત વાત માં શિંગડું ઉગામીએ મારા હાંળાં

ટાલ પડી ને ફૂટી  જુનવાણી વિચારસરણી
વાત વાતને ચુંથીયે ગાલીયે જૂની ગરણી

તને ખબર ના પડે અમારા દિવસો કેવા હતા
મૂછે તાવ દઈએ પણ ત્યારે માથે દેવા હતા

ઘરે ડોહીયુ ના હંઘરે બાંકડા ઘસવા જઈએ
કામ વગરના ડંફાસો મોટી મોટી    દઈએ

ત્રાંસી આંખે બધુ જ જોઈએ ના જોયું કરીયે
પારકી પંચાતો ને સપના માં પણ લવરીયે

છાપું કોઈક નું આખું ને આખું વાંચી જઇયે
ખાટલો ઢાળી આડા પડી શહેનશાહ રહીયે

આજકાલના છોકરા બગડી ગયા એવું કહીયે
નવા વિચારો  ઉગતા પહેલા દફનાવી દઈએ

ફરિયાદ એવી આજની પેઢી વ્યવહારુ નથી
અરે ભાઈ ઝાંખ થોડું ખુદનું વલણ સારું નથી

ખોદતાં કબર નવા જમાનાની ક્યાં સુધી રહેશો
કદમ મિલાવી સાથે ચાલવાનું   ક્યારે   કહેશો

નથી ભરવા 'હેમ' વૃધ્ધા આશ્રમો અશ્રુ   સારતા
આવો સાથે મળી નવા જમાનાની માંડીએ વારતા

ડો હેમેન્દ્ર જોશી

No comments:

Post a Comment