..છેલ્લે શ્વાશે.....................
પ્રેમ અમીરસ પિઉ આંખોનો તારાં પ્રેમમાં છેલ્લે શ્વાશે. બાહોમાં તારી મારો જીવ છૂટે તારાં પ્રેમમાં છેલ્લે શ્વાશે. પ્રેમમાં તારાં સાક્ષાત મારાં ઈશ્વરને જોઉં હું છેલ્લે શ્વાશે. ના મોહ ના લાલચ બસ તારો પ્રેમ પામુ હું છેલ્લે શ્વાશે. થઈ બાવરો જીવું રાખું તારાં પ્રેમની યાદ હું છેલ્લે શ્વાશે. શરીર થાય શબ પણ એક ઓરામાં રહુ હું છેલ્લે શ્વાશે. શ્રુશ્ટિ છોડુ સ્થૂળ તારે સંગ રહુ સદાય હું છેલ્લે શ્વાશે. અંતરીક્ષમાં તારો સાથ આત્માનું મિલન હવે છેલ્લે શ્વાશે. યયપ્રેમપંખ લાગ્યાં આત્માને ઉડિશુ એક સંગ છેલ્લે શ્વાશે. દુનિયા કરશે શોક આપણે થઈશું મુક્ત હવે છેલ્લે શ્વાશે. અંતરાય બને સંસાર તો ઈશ્વર આપે માર્ગ છેલ્લે શ્વાશે. "દિલ"માં રહિશુ એકમેકના નહીં છૂટે સાથ છેલ્લે શ્વાશે.
દક્ષેશ ઈનામદાર .
No comments:
Post a Comment