પહેલાં તો તાપ આપી ટીપ્યા કરી છે રાતો,
જેણે તરાર માફક વીંઝ્યા કરી છે રાતો.
ઓઢી શકાય માટે આકાશ લઈ લીધેલું,
પાથરવા માટે એણે સીવ્યા કરી છે રાતો.
જૂની શરાબ જેમ જ ચડશે સવાર કાલે,
એવા ખયાલમાં બસ ઢીંચ્યા કરી છે રાતો.
ક્યારેક દિવસો પણ તાજપ વિના ઉગેલા,
ક્યારેક ફૂલ સરખું ખીલ્યા કરી છે રાતો.
ભૂલીને ક્રમ કહીં એ બેફામ થઈ ન જાએ,
દિવસોને એટલે તો ચીંધ્યા કરી છે રાતો.
-જિગર ફરાદીવાલા
No comments:
Post a Comment