Tuesday, 3 January 2017

અછાંદસ

કોઈ ઢળતી સાંજે
નદી કિનારે
આભે રંગોની રંગોળી જોઈ
તું
તારા શ્વાસની પીંછી ફેરવી
રંગી દેજે
મારા શ્વેત કોરા કેનવાસ પર
એક મોરપીંછ
પછી
ટહુકો ઉગશે
ને એ
તારી ખુલ્લી છાતી પર
નર્તન કરશે...

~ ખ્યાતિ શાહ

No comments:

Post a Comment