Tuesday, 3 January 2017

ગઝલ

*_ગઝલ_*
       *_૨ / ૧ / ૨૦૧૭_*

જીંદગી ભર મોત થી ડરતો રહ્યો,
તોય મારી મોત ને નડતો રહ્યો,

મે ધરી ઇચ્છા પ્રણય મા જીતની,
ને સિતારો પણ હવે ખરતો રહ્યો,

થાય છે મારી જ નીલામિ અહિ,
ને જમાનો મુજ પર હસતો રહ્યો,

બેવફા એ તો જલાવ્યો છે મને,
પ્રેમ ની હું આગ મા બળતો રહ્યો,

યાદ *સાથી*  પ્રેમ ને કોઈ કરે,
એટલે હું તો ગઝલ લખતો રહ્યો,

*_હર્ષ . " સાથી "_*

No comments:

Post a Comment