Tuesday, 3 January 2017

ગઝલ

"હતો"

આયનામાં સાથ તરવરતો હતો,
કાચનો એ ઘાવ ચરચરતો હતો.

જ્યાં પતંગિયું થઇ જવાને ઈચ્છું હું,
ભીતરે દીવો એ ઝળહળતો હતો.

કાંચળી ક્યાં યાદની ઉતરી હજી?
સાપ થઈને પ્રેમ સળવળતો હતો.

આંસુ સૂકું કેવું આંખે તરફડે?
તાપ વિરહનો જ્યાં ફળફળતો હતો.

જિંદગી આખી મનાવી જાતને,
માનવી એ આજ ખળભળતો હતો.

-હેતલ મકવાણા,"હીર",ભાવનગર

No comments:

Post a Comment