Sunday, 1 January 2017

ગઝલ

ઉધાર શ્વાશ દૈ એ  મનાવે હવે મને
આપીને લાલચો એ  ફસાવે હવે મને 

આ મોતથી કદાચ લડીને  બચી જઉં
પણ જિંદગીથી કોણ બચાવે હવે મને 

હું મોત પર તો મારી રડી પણ શકું નહિ,
માટે આ જિંદગી જ રડાવે હવે મને 

જુગારી આખરે બની ગ્યો  લાગણીનો હું,
હા  એટલે તું મોજે હરાવે હવે મને. 

સર્જક નહીં આવે પછી આ જિંદગીના હાથ,
શું એટલે તું આમ સતાવે હવે મને.

-ગૌતમ પરમાર "સર્જક",

No comments:

Post a Comment