ઈશ્વર તું જલદી દેખાઈ જા નહિ તો તારી કીટ્ટા,
જલદી થી તું સમજાઈ જા નહિ તો તારી કીટ્ટા.
હા દુર હશે તું આ દુનિયાથી માનુ છું હું પણ-
ખુબ જરુર છે લંબાઈ જા નહિ તો તારી કીટ્ટા.
ના દેખાતો છુપો છે તો જ સલામત છે ઈશ્વર-
જલદી જલદી છુપાઈ જા નહિ તો તારી કીટ્ટા.
જો તારા આલિંગન માટે જીવન આખું શોધ્યો,
બસ આવી ને લપટાઈ જા નહિ તો તારી કીટ્ટા.
આ દુનિયાનો માણસ છું માણસ જેવો જુઠ્ઠો હું,
ઈશ્વર છે તો વર્તાઈજા નહિ તો તારી કીટ્ટા.
વિરલ દેસાઈ"પાગલ"
No comments:
Post a Comment