Thursday, 19 January 2017

અછાંદસ

પ્રેમની વ્યાખ્યા કરી શક્યો નહિ 
લખી  લખી  થાકી  ગયો.            
ગ્રંથે ગ્રંથે સમાવી શક્યો નહિ
પન્ને પન્ને હાંફી ગયો.
શબ્દ નાનો સજાવી શક્યો નહિ
લીટીએ લીટીએ લટકાઈ ગયો.
પૂર્ણતઃ પામી શક્યો નહિ
અંશતઃ એને જીવી ગયો.
આમ તો "નીલ" જગે પ્રેમ વાવી શક્યો નહિ...
આપી શક્યો નહિ.....
કેમ કહું પામી ગયો??
        રચના: નિલેશ બગથરીયા
                   "નીલ"

No comments:

Post a Comment