Thursday, 19 January 2017

ગઝલ

આંગણે છાંયો કરે માપી જુઓ,
ઝાડને કાપો નહીં સ્થાપી જુઓ

રેતની  તપતી. ધરાના પાલવે
નમ હવાનીતાજગીવ્યાપીજુ ઓ

જીવની ઘટતી કસર સરભર કરે
રુહને  રાહત  ધરે  નાપી જુઓ

રાહગીરો ક્ષણ વિસામો પામતા
આસરો જનનેભલો આપીજુઓ

તાજગી માસૂમ હ્રદયને પોષતી
જીવ પોષક રોપણી રોપી જુઓ.

               માસૂમ મોડાસવી

No comments:

Post a Comment