જો આત્મા એક પળ માટે પરમાત્મા થી છૂટી પડે તો!
શું થાય?
કલ્પના કરી તો જુવો!
માછલી જેવી જ સ્થિતિ થાય ને!
પાણી વિનાની માછલી જેવી!
પાછું તંત્ર પણ કેવું ચાલે!
મન અને તનનું?
ખરી પડે વિશ્વાસના પોપડા,
ધારાસાઈ થાય આ અરમાનો ના મહેલો,
સુકાઈ જાય લોહીની રાતી નદી,
સૂકા રણની રેતીના ઢગલા જેવા થાય વિચારોના ઢગ.
ન અંત આવે ન.....
સંદીપ ભાટીયા
No comments:
Post a Comment