Thursday, 19 January 2017

ગઝલ

સુપ્રભાત મિત્ર,
ગુરુવારી હાજરી પુરાવા આવી ગયો છું
.
== એક ગઝલ ==
નયનનું દ્વાર ધીમેથી વાસવું
ને વારંવાર હૈયું ફંફાસવું

જરૂરતથી વધારે ચીસો નહી
ભલેને તીર ખૂપે દિલ સોસવું

લખ્યું છે છાતીના ડાબા ભાગ પર
વગર કામે અહિયાં ના બેસવું

ફૂલોને ક્યાં ખબર ભમરાની દશા
નથી સહેલું જરાયે મધ ચૂસવું

નહિ પલળે પછી પાલવ પૂર્ણતઃ
કદી ઝરમર થઈને ના વરસવું
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment