Monday, 2 January 2017

અછાંદસ

##ખાધું પીધું સંસાર કર્યો,
ને મરી ગયો##

જન્મ્યો, રેડિયા જેમ રડિયો,
દડા જેમ એક હાથેથી બીજા હાથે ફર્યો.
ને માનો વ્હાલ વરસ્યો,
પિતાના પ્યારે પલળ્યો,
ઠુંમક ઠુંમક હું ચાલ્યો,
ફૂલની જેમ હું ખીલ્યો,
ખૂબ રમ્યો....
રમતા રમતા ભણ્યો-ગણ્યો
ને થૈ ગયો મોટો,
આ...હા...વસંત આવી મારા જીવનમાં,
દિલે કળિયો ખીલી રંગબેરંગી,
મળી ગઈ મને  જીવન સંગીની,
ખળખળ વહી જીવનની નદી,
ને સ્વપ્નો સજાવ્યા,
જચ્ચા બચ્ચા હીરા મોતી જેવા અવતર્યા,
ને નાનાથી મોટા કર્યાં ,
ઝુંપડાનો મહેલ કર્યો,
ને હું ગરડો થયો હા હા
હું ગરડો...
ને કાને ન સંભળાય
ના બોલાય ; કઈ ના થાય .
ને હવે હું બોજ લાગ્યો મને,
ને......
છતાં જીવ્યો ખૂબ જીવ્યો,
અધિ વ્યાધી ઉપાધિને લડ્યો
ને અંતે મર્યો,
ખાધું પીધું સંસાર કર્યો,
ને મરી ગયો.

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment