Wednesday, 25 January 2017

ગીત

*પ્રભુ તારો આભાર*

આપ્યું તે સુંદર જીવન આ
અજબ ગજબ છે તારી રચના આ
જાણીને પણ રહી સદા અજાણી
દિવ્ય છે તારી, કલાકારી આ

                     પલ પલ માનું તારો આભાર
                     આપ્યું તે સુંદર જીવન આ.

નાનો અમથો જીવ રોપ્યો
તેના વગર કાયા મારી નકામી આ
જીવન ક્ષણ ક્ષણ થાપણ તારી માનું

                     પલ પલ માનું તારો આભાર
                     આપ્યું તે સુંદર જીવન આ

સૃષ્ટિને જોવા દ્રષ્ટિ આપી
અમૂલ્ય છે મારા નયન રત્ન આ
નિહાળી તને અદા કરું ૠણ તારા આ

                     પલ પલ માનું તારો આભાર
                     આપ્યું તે સુંદર જીવન આ.

કાજલ કાંજિયા 'ફિઝા'
26/1/2017
જય હિંદ

No comments:

Post a Comment