Monday, 23 January 2017

અછાંદસ

કવિ વેદના

શબ્દો બુઠ્ઠા થઇ ગયા છે
માણસો જુઠ્ઠા થઇ ગયા છે
ધાર ક્યાંથી નીકળશ!
લોખંડના હતા જે શબ્દો એ પુઠ્ઠાના થઇ ગયા છે.
ખોખલી આ દીવાલો વિશ્વાસની જોને,
દરિયા જેવા વિચારો ખાબોચિયા થઈ ગયા છે,
ત્રાડ થઇ ગરજતા સાવજના સૂર,
સાવ લુખ્ખા થઇ ગયા છે.
નવો ચીલો કોણ ચિતરશે,
રાહી બધા ઘેટાં જેવા થઇ રહ્યા છે,
શબ્દ સાધના ને  પૂજું છું પણ...
કવિ શું કોઈના તાબે થઇ ગયા છે?

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment