*ગઝલ*
*_૨૦ / ૧ / ૨૦૧૭_*
રણ મહી તો આજ પણ પાણી બહુ ઉભરાય છે.
તોય જો ત્યાં કેટલું મૃગજળ સમું વખણાય છે.
પ્યાસથી તડપ્યો હતો હું કેટલાએ યુગથી
આજ પાણી જોઇને દીલ કેટલું હરખાય છે.
ચાંદનીને ચંદ્રનો જો સાથ છેં, એ ત્યારથી.
રુપ એનું જોઇ ઝગમગ તારલા મલકાય છે.
પી ગયો છું આજ હું સઘળી મદિરા તોય જો.
આજ સુરાલય મહી પણ જામ તો છલકાય છે.
મોત સાથી આજ સામે આવતી મે જોઇ છે.
જીવ મારો કેમ આજે આટલો ગભરાય છે.
હર્ષ . " સાથી "
No comments:
Post a Comment