Monday, 23 January 2017

ગઝલ

🎯         સૃષ્ટિ.     🎯

લીલાછમ મધુવનમાં લહરાતી આ  સૃષ્ટિ,
ગ્લોબલને લીધે જો ભૂંસાતી આ સૃષ્ટિ.

મૂંગા મૂંગા જોવે  છે આ ખીલેલા ફૂલો,
ઓઝોન સ્તરે  સંકોચાતી આ સૃષ્ટિ.

વાદળ વરસ્યા સ્પર્શયા જ્યારે ધરતીને!!
કૃત્રિમ વરસાદે પણ હરખાતી આ સૃષ્ટિ.

ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં બ્રેકીંગન્યુઝે,
વારે વારે કેવી બદલાતી આ સૃષ્ટિ ?

ચન્દ્રની ધરતીનો સોદો થ્યો ઓનલાઈન,
કાં' અબળાની માફક આ વેચાતી આ સૃષ્ટિ?.

*તૃપ્તિ ત્રિવેદી "તૃપ્ત"*

No comments:

Post a Comment