Friday, 6 January 2017

ગઝલ

ભરમની ભેંસને બાંધી ગયું કોઈ,
ઉપાધી આવડી આપી ગયું કોઈ!

નયનમાં સ્વપ્ન વાદળ થઇ વરસતું'તું,
બરફ ઇચ્છા હતી ગાળી ગયું કોઈ!

અમારા મૌનનું અખબાર ચાલે છે,
શબદ સઘળા લઇ ચાલી ગયું કોઈ!

હયાતીમાં હવે હોવાપણું  પણ ક્યાં,
અહમને એમ ઓગાળી ગયું કોઇ!

અમે તો વાત છેડી'તી 'શિવમ'નીને,
ગઝલના દેશથી આવી ગયું કોઈ!
-શિવાજી રાજપુત *'શિવમ વાવેચી'*

No comments:

Post a Comment