Monday, 23 January 2017

અછાંદસ

અછાંદસ

શીર્ષક:વિરહના ડંકા

તારી આવવાની આળસ
મારી વાટ જોવાની આદત
ઝીણો ઝીણો
ઝાંપનો થતો ખખડાટ
બાગના સૂકાં પર્ણોનો ફફડાટ
સડસડાટ
નીકળતા વાહનો 
ચી..ચી.. થતો બ્રેકનો કકળાટ
મારા પેટમાં પડતી ફાળ
કે
તું 
હેમખેમ હોઈશ
અને મારા
વિશ્વાસમાં 
સૂર પૂરાવતો
એ 
મુખ્ય બજારમાં
ઉભા ટાવરનો ડંકો
...જાગતાં રહો...

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment