Monday, 23 January 2017

ગઝલ

અહીંથી પસાર થયાનું યાદ મને
તમે હળવું હસ્યાનુ યાદ મને.
શાંત ઝરૂખે કોલાહલ થયાનું યાદ મને
હૈયે કશુંક હલ્યાનું યાદ મને.
આંખોથી આંખોનું ટકરાવું યાદ મને
સપનું એક સજાવ્યાનું યાદ મને.
રાતે રાતે આગમન આપનું યાદ મને
સવાર રોજે રોજ પડ્યાનું યાદ મને.
આમ તો "નીલ" હકીકતે ટકરાવું ગમે
મને પણ એક જ શમણે લગભગ
જીવાઈ ગયાનું યાદ મને.
       નિલેશ બગથરીયા
               "નીલ"

No comments:

Post a Comment