Tuesday, 24 January 2017

गझल

છે મંજૂર બીજી સજા પણ તમારી,
મને આપી દો સૌ વ્યથા પણ તમારી !

જરા ભાવ પણ દિલના તો જોઈએ ને?
નથી  જોઈતી  ખાલી 'હા' પણ તમારી! 

મને દુખ તો શેનું થવાનું પ્રિયે કંઈ?
'ના' કહેવાની ગમતી અદા પણ તમારી!

કશું પણ અમારું તો ક્યાં છે અહીંયા?
તમારું ગગન છે, ધરા પણ તમારી !

હું જીવું છું ભૂલીને તમને હવે તો,
નહીં યાદ આવે જરા પણ તમારી!

લખાશે તો મારાથી ઉત્તમ ગઝલ કંઈ !
થશે મારા પર જો કૃપા પણ તમારી!

-હેમંત મદ્રાસી

No comments:

Post a Comment