ગઝલ- હવે લડવું જ પડશે
હાથમાં તલવાર લઇને, હા હવે લડવું જ પડશે,
મર્દ જેવી ચાલ લઇને, હા હવે લડવું જ પડશે.
એમનો અપકાર લઇને, હા હવે લડવું જ પડશે,
મનમાં સઘળો ખાર લઇને,હા હવે લડવું જ પડશે.
છે સમય બળવાન અબળાનો એ ભૂલી જાય છે પણ,
આજ કા'તો કાલ લઇને, હા હવે લડવું જ પડશે.
દોસ્ત, ભારત માતાના ગુણગાન ગાતા આપણે સૌ,
બંદુકોનો તાલ લઇને, હા હવે લડવું જ પડશે.
ક્યાં સુધી નારાં લગાવ્યે રાખશું આ મિત્રતાના ?
યમ તણો અવતાર લઇને,હા હવે લડવું જ પડશે
હર ઘડી હર ગામમાં ખુન્નસ જાગવા લાગ્યું છે આજે,
કેસરીયા હાલ લઇને, હા હવે લડવું જ પડશે.
સરહદે કારણ વગર બે-મોત મરતા જાય સૈનિક,
સિંહ સરખી ખાલ લઇને, હા હવે લડવું જ પડશે.
મંત્રણાની વાતમાં સરકાર આ 'ઉસ્તાદ' લાગી,
કંકુ કેરું ભાલ લઇને, હા હવે લડવું જ પડશે.
- કૌશિક પરમાર " ઉસ્તાદ "
No comments:
Post a Comment