Sunday, 1 January 2017

ગઝલ

યારના દરને ફગાવી ક્યાં જવું,
મીઠડી યાદો દબાવી  ક્યાં જવું.

મન હવે ભટકી .રહેલુ  ચૈનથી,
હેતની આશાજગાવી ક્યાં જવું.

આમ છોડ્યો તેમનેતનહામગર,
જાત સાથેછળ નભાવી ક્યાંજવું

સાવ નાની ભુલને કારણવગર,
ખૂબ તે મોટી ગણાવી .ક્યાં જવું.

મનગમ્યા સ્વરુપતારા સાચવી
દીદ કેરા ગમ ઉઠાવી  ક્યાં જવું.

                માસૂમ મોડાસવી.

No comments:

Post a Comment