Sunday, 1 January 2017

ગઝલ

ક્ષિતિજ પાસે ઉભી મારી વિનંતીઓ ગણે છે તું.
પરોવીને નવી ઈચ્છા મને હરદમ જણે છે તું.

લઈ આવે બધી યાદો લહેરોમાં ભળી ગીતો,
વિચારોમાં ય વીણાથી વિરહના સુર વણે છે તું.

બધી મંઝિલ અધૂરી છે દશા આજે ફકીરી છે,
છતાં રાતે મિલન માટે સપન ભીના ચણે છે તું.

પડ્યો છું ખુદ વિમાસણમાં,તને ક્યાંથી જ શોધું હું!
મને લાગે ઉધઈ ખાધા જુના પત્રો ભણે છે તું.

થશે પૂરી સફર મારી  થમી જાશે શ્વસન મારા
નકામા થ્યા દરદની એ જ જીવાતો ખણે છે તું.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment