#વિચારો નું વમળ#
કણસતા પાંગળા અરમાનો,
ગૂંચવાયેલા સવાલોના
ચક્રવ્યૂહમાં ચકડોળે ચઢતા,
કલ્પનાઓના કારોબારમાં ખોટ
આવી કે પછી..જાણે શું થયું!
અંતરના આકાશમાં
એક સાવ કોરી વાદળી
વરસવા આતુર છે,
પણ જળ જ નથી.
ખિજાયેલા શ્વાન જેવા વિચારો
હવામાં બચકા જ ભરે છે,
ચોમાસામાં મહેકતી માટી જેવું
કંઈક દૂરથી મહેકે છે,
પતઝડના ખરેલા પાન જેવો હું
આજે અસ્થિર છું....
કદાચ આ વલોપાત છે
મનનો કહોને ! કદાચ ઉભરો ...
કે પછી.. !
દિલનું હતાશાપણું...!
એક સામટા વિચારોના મારા સામે
તોફાને ચઢેલા
સમુદ્રમાં ઝોલા ખાતી નાવ જેવો
હું...કદાચ
આ વિચારોના વમળમાં
ડૂબી જઈશ..!
-સંદીપ ભાટીયા (કવિ) લીમખેડા
No comments:
Post a Comment