આ મારા બે હાથને બધેજ લંબાવ્યા કરું છું
ભવ્ય ભીખ એક દોસ્તીની માંગ્યા જ કરું છું
દરિયાના તોફાનથી તો વાકેફ છું હું પુરેપુરો
છતાંયે એમાં જ આ કશ્તીને ઉતાર્યા કરું છું
મહોબ્બતના અંજામથી નથી બેખબર હું યારો
તોયે જેટલી થાય એટલી વધું કર્યા જ કરું છું
દિલને કેન્દ્રમાં રાખીને સંકોચાઈ જાઉં ભલે ને
ક્ષિતિજ ની પરવા કર્યાં વગર વિસ્તર્યા કરું છું
આ હર શ્વાસ લેવાય છે મોતને લક્ષમાં રાખીને
નિશાન જિંદગીનું પલપલ એમ વિન્ધ્યા કરું છું
"પરમ" પાછળ ભલેને રોઈ રોઈ ને મરી જાઉં
સ્મિતને સદા"પાગલ" બનીને વહેંચ્યા કરું છ
ગોરધન ભાઈ વેગડ (પરમપાગલ)
No comments:
Post a Comment