Tuesday, 24 January 2017

ગઝલ

*_ગઝલ_*

*_૨૩ / ૧ / ૨૦૧૭_*

આ ખુદા તું ખુદમાં પણ, ક્યાંય તો જડતો નથી!
લાખ ચિતા છો બળે, પણ હું કદી બળતો નથી.

જાપ નિરંતર જપ્યા છેં નામના તારા પ્રભુ.
સંતની પણ તું ગણતરીમાં મને ગણતો નથી.

લાખ ચોરાસી ભમ્યો છે. જીવ મારો તેં છતા!
મોક્ષનાં એ દ્વાર પરતો કાં પ્રભુ મળતો નથી ?

સાથ પરમાત્મા પછી શેનો મને તો ડર રહે,
કાળથી તો સૌ ડરે, પણ જીવ આ ડરતો નથી.

સૌ પ્રભુને શોધવા ખાતર ઘણુ ભટક્યા કરે
દેવ મળ્યા જયાંરથી હું ક્યાંય પણ ફરતો નથી.

*_હર્ષ . " સાથી "_*

No comments:

Post a Comment