Wednesday, 4 January 2017

ગઝલ

માણસ પણ કેવો ગજબનો નીકળ્યો,
જેને જોયો એ કોઇ ને કોઇ મજહબનો નીકળ્યો.
જેને પૂજતો રહ્યો જીવન ભર આંખો મીચી,
ખુલી આંખો તો એ પણ પથ્થર નીકળ્યો.
રોજ સુતો જે મોતની પથારી પર,
ને શ્વાસે શ્વાસે એ સધ્ધર નીકળ્યો.
ઉજાસ માટે ઉઘાડ્યુ દ્વાર ને થોડુ,
બાર પણ એ જ અંધકાર નીકળ્યો.
ઓળખાણ પણ નોતી સ્નેહ સાથે.
ને એની જોડે વાત નો વહેવાર નીકળ્યો

            "સ્નેહ" સંજય ગૌસ્વામી

No comments:

Post a Comment