Wednesday, 4 January 2017

ગઝલ

મારા પગને પગ આવે તો સારું,
આગળ વધવા વિચારે તો સારું.

કાગળ પૂરતા સીમિત રે',તો ચાલે?!
શબ્દાલય,વ્યાપ વધારે તો સારું.

ઘોડા વેચી સુતેલી દીવાલો,
કણ થાતાં પ્હેલાં જાગે તો સારું.

ખાલી આંખ,કફન બાંધી નીકળી છે,
ઉઘરાણીમાં જો ફાવે તો સારું.

તેં ધાબે સુરજ સૂકવ્યો તો છે,પણ
એ જગ આખું ના બાળે તો સારું.
                  # દર્દ ટંકારવી.

No comments:

Post a Comment