Wednesday, 4 January 2017

ગઝલ

નમસ્કાર! ગીત અને ગઝલ સ્પર્ધા માટે મારી સ્વરચિત ગઝલ મોકલું છું.

ગામમાં શાખ છે હજી મારી,
બસ કદર તેં જ ના કરી મારી.

યાદ આવીશ હું બધાને રોજ,
સાચવી રાખજો છબી મારી.

કોઇ આવી અને બતાવી જાવ,
હું જ ભૂલી ગયો ગલી મારી.

વેલ થઇ વીંટળાય છે દુ:ખો,
ઝાડ જેવી છે જિંદગી મારી.

આંખમાંથી સરી પડ્યાં ટપટપ,
આંસુઓ વાત સાંભળી મારી.

- પ્રવીણ જાદવ.

No comments:

Post a Comment