ધણી વાર દ્વારે ટકોરાં પડે છે,
હવાના નથી ને એ જોવાં પડે છે
વધું પડતાં જ્ઞાની થવાથી તો માણસ,
સ્વયંમાં જ ક્યારેક ખોટાં પડે છે.
ખબર છે તું એનાથી રોકાઈ જાશે,
ને આંસુઓ ત્યારે જ મોડા પડે છે.
હવેનાં સંબંધો વિશે તો છે એવું ,
જરૂરતનાં ટાણે જ મોળાં પડે છે.
તમે લાગણીની જરા છાંટ નાખો,
તમારાં તો આંસુય કોરા પડે છે.
કરે વાત 'વેદાંત' ચુંબનની જ્યારે,
આ ભમરા બધા કેમ ભોંઠા પડે છે?
વિપુલ માંગરોલીયા(વેદાંત)
No comments:
Post a Comment