નૂર નયનોનું હકીકત આથમે છે,
જ્યાં સમય રોજે કસોટી જો કરે છે.
સર્વ ઘટના આજ પણ તાજી મળે જ્યાં,
ડાયરી જીવનની વીતક જાળવે છે.
" નિશી "
પારદર્શક આંખ ભીતર બાપડી છે,
સ્મિત પાછળના દરદને પાલવે છે.
હાથ પર દોરે ય નકશા ભાગ્યના એમ્
તો પ્રભુ ક્યાં સીધે સીધું કંઈ કહે છે ?
બાળ જેવી મુગ્ધતા ક્યાંથી હું લાવું ?
પુષ્પને પણ એક મર્યાદા નડે છે.
Dt : 17/1/2016 " નિશી "
No comments:
Post a Comment