Thursday, 19 January 2017

ગઝલ

યાદનાં ટોળાં હવે હળ જોતરે છે
પાપણે જો સ્વપ્ન, ભીંતો ખોતરે છે,

એ નશીલી આંખનો મદ છે શરાબી
જે ડૂબે છે,સ્વર્ગ એને સાંપડે છે,

સુર્યકિરણો ખીલવે છે સુર્યમુખી,
રાતરાણીએ પ્રણય તો પાંગરે છે,

પ્રેમ મારી હસ્તરેખામાં નથી તો,
કોણ રેખા હાથમાં આ કોતરે છે?

આંસુના વ્હેતા ઝરણનો ક્યાં કિનારો?
યાદનાં વ્હાણો ભરેલાં લાંગરે છે,

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

No comments:

Post a Comment